Entertainment
Bollywood
In The Focus In The Focus
‘સંજય ભણસાલીની દેવદાસ ફિલ્મમાં કોઇ ચુન્નીલાલનો રોલ કરવા ન હતું માંગતું. બધા કહેતા હતા કે રોલ નાનો છે અને સામે શાહરૂખ ખાન છે. પરંતુ મે આ રોલ સ્વીકાર્યો. રોલ સ્વીકારવા પાછળનું કારણ તો એ છે કે મારે તો માત્ર માધુરીને ડાન્સ કરતી જોવી હતી.
બાકી કલાકાર માટે કોઇ રોલ મોટો નથી હોતો કે નાનો નથી હોતો.’ શબ્દો છે જગ્ગુદાદાનાં નામે ઓળખાતા રાજકોટનાં ગુજજ જેકી શ્રોફનાં. જેકી શહેરમાં આવ્યો ત્યારે સિટી ભાસ્કર સાથે તેમણે ખુલ્લા મને વાત કરી હતી.
બધા સ્ટાર પોતાનાં સંતાનોને લોન્ચ કરી રહ્યાં છે ત્યારે તમારા સંતાનો શું ફિલ્મમાં આવવાનાં છે ? પ્રશ્નનાં જવાબમાં જેકીએ પોતાના અંદાજમાં કહ્યું કે, સંતાનોને લોન્ચ કરવાની તો વાતો છે. હકીકતમાં તો સ્ટાર પોતાને જ લોન્ચ કરતા હોય છે.
અનિલ કપૂર હોય કે અમિતાભ બરચન તેઓ પણ ફિલ્મો સાથે એટલા જ જોડાયેલા રહે છે. અને આમ પણ કલાકારોની કોઇ ઉંમર નથી હોતી. જયાં સુધી દેવ આનંદ પોતાને લોન્ચ કરે છે ત્યાં સુધી અમે તો બાળકો જ કહેવાઇએ.
ઓસ્કાર માટે ભારતીય ફિલ્મ એકલવ્યમાં પણ તેમણે વીલનનો રોલ કર્યોહતો. આ ફિલ્મને ઓસ્કાર માટે સીલેકટ કરવા પાછળ વિવાદ પણ થયો હતો. પરંતુ આ બાબતે જેકીએ કહ્યું કે, વિધુ વિનોદ ચોપ્રાની દરેક ફિલ્મમાં મારો રોલ તો હોય જ છે. પરીન્દાથી અમારી ચાલુ થયેલી દોસ્તી એકલવ્ય સુધી અકબંધ છે. ચોપ્રા દર પાંચ વર્ષે એક ફિલ્મ બનાવે છે અને તેમાં હું- તો જરૂરથી હોઇશ જ.
જેકી હાલમાં શશીલાલ નાયરની અને ઇગ્લેન્ડનાં પ્રોડયુસરની અંગ્રેજી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તેણે કહ્યું કે, હવે આગામી સમયમાં મારી આ બે ફિલ્મો રિલીઝ થશે. ગુજરાતી એવા જેકી માતૃભાષા પણ સારી રીતે બોલી જાણે છે.
તેનું કહેવું છે કે, ગુજરાતીઓ પાસે પૈસા છે અને દુનિયાભારમાં ફેલાયેલા છે છતાં સારી ગુજરાતી ફિલ્મ કેમ નથી બનતી. મારી એવી સખત ઇરછા છે કે હું- એક ગુજરાતી ફિલ્મ બનાવુ.
આ અંગે મારી વાતચીત પણ ચાલે છે. મરૂન ઝભ્ભા લેંઘા માં સજજ જેકી એકદમ સજજન લાગતા હતા. પોતાની ડ્રેસિંગ સ્ટાઇલને ઇન્ડસ્ટ્રીમાં સ્ટેટમેન્ટ બનાવનાર જેકી શહેરમાં એકદમ સાદા પોશાકમાં આવ્યો હતો.
Name:
Email ID:
Comments:
Code: