Entertainment
Theatre & Telewood Theatre & Telewood ઝલક દિખલાજાના બીજા ભાગમાં ખ્યાતનામ કલાકારો જોડાયા છે. અમે આ શોમાં ભાગ લેવા જઈ રહેલાં કેટલાંક કલાકારોને આ અંગે પુછ્યું હતું.
એકતાનો ભુરી આંખવાળો પસંદગીનો અભિનેતા રોનિત રોય કોરીયોગ્રાફર નીકોલે અલવારીસના તાલે ઝુમંતો દેખાશે. તેણે અમને જણાવ્યું હતું કે હું હાલમાં મારી બે ધારાવાહિક કસમ સે અને ક્યુંકીને લઈને ખુબ જ વ્યસ્ત હોવાથી મારી પાસે ડાન્સની પ્રેક્ટીસ કરવા માટે ઝાઝો સમય નથી. જો કે આ શોને લઈને હું ખુબ જ રોમાંચિત છું. મેં આ પહેલાં જે કંઈ પણ કર્યુ છે તેનાથી આ અલગ છે. મારે આના માટે અઠવાડિયામાં માત્ર બે જ દિવસ આપવાના છે.
આ બાજુ બાલાજીના અન્ય અભિનેતા જય ભાનુશાલી પણ આ શોનો ભાગ બનવાનો છે. તેણે અમને જણાવ્યું હતું કે હાલમાં હું એકતાની ધારાવાહિક કયામત કરી રહ્યો છું. તેમણે મને ઘણા સમય પહેલાં આ શોની ઓફર કરી હતી. બોલીવુડના સોંગ પર ડાન્સ કરવાનો અનુભવ ઘણો સારો રહશે. સાથે જ એક મંચ પર અનેક ટેલિવિઝનના કલાકારો હોવાથી ખુબ જ આનંદ પણ આવશે.
નિર્દોષ અને બાળક જેવી સહજ પ્રાચી દેસાઈ હાલમાં કોરીઓગ્રાફર દિપક સિંહ પાસેથી તાલીમ મેળવી રહી છે. તેણે અમને જણાવ્યું હતું કે મને ડાન્સ કરવાનો ખુબ જ શોખ છે અને મને વિશ્વાસ છે કે લોકો મને આ નવા અવતારમાં પણ પસંદ કરશે. ઝલકની ખાસ વાત એ છે કે તેમાં ખ્યાતનામ કલાકાર અને ડાન્સર સુધા ચંન્દ્રન પણ હસે. તેણે જણાવ્યું હતું કે મે કોરીયોગ્રાફર ઉમા શંકરા સાથે જોડી બનાવી છે. હું ઈચ્છું છું કે લોકો મને એક સારી ડાન્સર તરીકે ઓળખે. મને વિશ્વાસ છે કે આ શોથી મારી ઓળખ બદલાઈ જશે.
Name:
Email ID:
Comments:
Code: