Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

રાનીનું ઘર, ઘર નહીં પણ અભેદ કિલ્લો!

Rani Mukherjiરાનીના ઘરમાં કામ કરતા નોકરો, રસોઈયા અને ડ્રાઈવર્સને કડક સૂચના અપાઈ છે કે કોઈએ બહારની વ્યકિત સાથે વાત કરવી નહીં. એટલું જ નહીં બિિલ્ડંગના લિફટમેન કે ફેરિયા સાથે પણ વાત ન કરવાની મુખરજી પરિવારે મનાઈ ફરમાવી દીધી છે.

આવું એટલા માટે કરાયું છે કે મુખરજી પરિવારને ડર છે કે મિડિયાવાળા વેશ બદલીને રાનીની જાસૂસી કરી રહ્યા હોય. મુખરજી પરિવારનો મિજાજ એકાએક બદલાઈ ગયો છે. થોડા દિવસ પહેલાં રાનીના પિતાનો બિિલ્ડંગના લિફટમેન સાથે થયેલા ઝઘડાની વિગતો અખબારો સુધી પહોંચી ત્યારથી મુખરજી પરિવાર વધુ સજાગ થઈ ગયો છે. ઘરના નોકરો, રસોઈયા અને કારચાલકોને સુદ્ધાં સૂચના અપાઈ ગઈ છે કે બહારના લોકો સાથે વાત કરવાનું ટાળવું.

સૂત્રો અનુસાર, બિિલ્ડંગના લિફટમેન કે ફેરિયાઓ સાથે પણ આ કર્મચારીઓએ નિકટતા ન વધારવી. કેમકે મુખરજી પરિવારને ડર છે કે મિડિયાવાળા કદાચ છૂપાવેશે રાનીની હિલચાલ પર નજર રાખી રહ્યા છે. નોંધનીય છે કે થોડા સમય પહેલાં રાની અને આદિત્ય ચોપરાની સગાઈની અફવા ઉડેલી તથા રાની સ્મોકિંગ કરે છે એવી વાત પણ માઘ્યમોમાં આવેલી. આ બધાથી પરેશાન મુખરજી પરિવારે પાણી પહેલાં પાળ બાંધવાનો રસ્તો અપનાવ્યો છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive