Business
Dalal Street Dalal Street
શેરબજાર આજે ખુલવાની સાથેજ નબળું ટ્રેડ થઈ રહ્યું છે, જૉ કે સવાર કરતાં થોડું આગળ વઘ્યું છે. બધાજ મહત્વના ઈન્ડેકસ નકારાત્મક ટ્રેડ થઈ રહ્યાં છે, અને બજારની રૂખ શેરોના ઘટવા તરફી છે. સેન્સેકસના બધાજ શેરો નીચા ટ્રેડ થઈ રહ્યાં છે.
સવારે ૧૦.૩૬ કલાકે સેન્સેકસ ૩૧૪.૯૪ પોઈન્ટ્સ ઘટી ૧૪,૮૨૩.૪૬, અને નિફટી ૯૧.૯૦ પોઈન્ટ્સ ઘટી ૪૩૦૯.૬૫ ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. લગભગ ૯૮૫ શેરોના ભાવ વઘ્યાં હતાં, ૧૯૪૦ શેરોના ભાવ ઘટ્યાં હતાં, અને ૬૨ શેરોના ભાવ યથાવત રહ્યાં હતાં.
વૈશ્વિક બજારોના તદ્ન નબળા વલણને પગલે સેન્સેકસ આજે મોટા ઘટાડા સાથે ખુલ્યો હતો. ઓપનિંગ ટ્રેડમાં બધાજ શેરોમાં વ્યાપક વેચવાલીનું દબાણ રહ્યું હતું.
સવારે ૯.૫૬ કલાકે , સેન્સેકસ ૪૦૧ પોઈન્ટ્સ ઘટી ૧૪,૭૩૪ અને નિફટી ૧૨૫ પોઈન્ટ્સ ઘટી ૪૨૭૬ ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. ઓપનિંગ ટ્રેડમાં એસબીઆઈ, ભારતી, ઇન્ફોસિસ, સુઝલોન એબીબી, આઈટીસી, ભેલ, એલ એન્ડ ટી, રિલા. કોમ, હિન્દાલ્કો, ટિસ્કો, મારૂતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મુખ્ય લુઝર રહ્યાં હતાં.
ક્રેડિટ માર્કેટમાં મુશ્કેલીને પગલે યુએસ બજારો પટકાતાં, એશિયન બજારોમાં પણ આજે તીવ્ર ઘટાડો જૉવા મળ્યો છે. દરેક એશિયન બજારો નકારાત્મક ટ્રેડ થઈ રહી છે.
Name:
Email ID:
Comments:
Code: