ઇમ્ગ્>આંધ્રપ્રદેશમાં સત્તા પર રહેલા કોંગ્રેસે મુખ્ય વિપક્ષ પાર્ટી તેલુગૂ દેશમ પાર્ટી (તેદેપા) ના અઘ્યક્ષ ચંદ્રબાબૂ નાયડૂનાં આ નિવેદન પર નારાજગી વ્યકત કરી, જેમાં તેમણે કહ્યું હતું કે ડો. મનમોહન સિંહ પાછળના બારણેથી પ્રધાનમંત્રી પદ પર આવ્યા છે.
રાજય મંત્રીમંડળની બેઠક બાદ કોંગ્રેસ નેતાઓએ નાયડૂના નિવેદનની કડક શબ્દોમાં ટીકા કરતા કહ્યું કે હકીકતમાં નાયડૂ જ પાછલા બારણેથી સત્તારૂઢ થયા હતા. આ વાત જગજાહેર છે કે તેદેપા અઘ્યક્ષે પણ જૉડતોડ કરીને તત્કાલિન મુખ્યમંત્રી અને પોતાના શ્વસુર એનટી રામારાવની ખુરશી પર કબજૉ જમાવી દીધો હતો. 'ડો. સિંહ એક નબળા પ્રધાનમંત્રી છે.' - આ પ્રકારના નાયડૂના અન્ય એક નિવેદન અંગે મંત્રીઓએ કહ્યું કે તેદેપાના રાજાશાહી વલણથી ઉલટુ, પ્રધાનમંત્રી સામૂહિક જવાબદારી અંતર્ગત નિર્ણયો લે છે.
Name:
Email ID:
Comments:
Code: