Gujarat
Madhya Guajrat Madhya Guajrat
કર્મચારીઓના હકના ૨૦ લાખ ન ચૂકવતા પ્રોવિડન્ટ ફંડ વિભાગે હોસ્પિટલ સીલ કરી
દાહોદ શહેરમાં અને સમગ્ર વિસ્તારમાં જે સમયે આરોગ્ય સેવાઓ નહીંવત હતી તે સમયે દાહોદમાં આવેલી અંજુમન હોસ્પિટલ આ વિસ્તારની પ્રજા માટે આશીર્વાદ સમાન હતી. ક્રમશ: આ દવાખાનાની શ્નતબિયત’ કથળતાં છેવટે સંચાલકો કર્મચારીઓના નાણાં પણ ન ચૂકવી શકે તેવી ગંભીર હાલત થઇ ગઇ હતી. આમ અહીં ફરજ બજાવતાં કર્મચારીઓએ મહેનતના નાણાં ન મળતાં કાયદાનો સહારો લેતાં અંજુમન હોસ્પિટલને પ્રોવિડન્ડ ફન્ડ વિભાગે સીલ કરી દેતાં ખળભળાટ મચી ગયો છે.
હાલનો દાહોદ જિલ્લો જયારે પંચમહાલ જિલ્લાનો એક ભાગ હતો અને તેને પૂર્વ પંચમહાલ કહેવાતો હતો ત્યારે આ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ જૂજ હતી. તેમાંયે આ વિસ્તાર ત્રણ રાજયોની સરહદે આવેલો હોઇ પાડોશી રાજયોના છેવાડાના જિલ્લાઓની પ્રજા આરોગ્ય બાબતે આ વિસ્તાર પર આજે પણ અવલંબે છે. વષ્ાર્ોપહેલા આ વિસ્તારમાં અધતન આરોગ્ય સેવા માટે દાહોદ શહેરમાં છાબ તળાવ નજીક આવેલું અંજુમન હોસ્પિટલ એક માત્ર વિકલ્પ હોવાથી આ દવાખાનુું સતત ધમધમતું રહેતું હતું.
આ દવાખાનુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોવા છતાં જે તે સમયે સુદ્રઢ અને એકસ-રે, લેબોરેટરી તેમજ ઓપરેશન થિયેટર જેવી સુવિધાઓથી સજજ હોવાથી રોગના નિદાન અને ઉપચાર અહીં જ થઇ જતાં હોવાથી પ્રજાને આર્થિક રીતે પણ ફાયદો થતો હતો. ત્યાર બાદ દાહોદ જિલ્લો બન્યો અને ક્રમશ: આરોગ્ય સેવાઓ, ખાનગી દવાખાનાઓ અને સરકારી આરોગ્ય કેન્દ્રો પણ વિકસતા ગયા. આમ આરોગ્યલક્ષી વિકાસ સાથે અંજુમન હોસ્પિટલની હાલત ધીમે ધીમે કથળવા માંડી હતી.
આર્થિક ઉપાર્જનના અભાવે આ દવાખાનામાં ફરજ બજાવતાં કર્મચારીઓના હક્કના નાણાં પણ ન ચૂકવાય તેવી પરિસ્થિતિનું સર્જન થયું હતું. આ સમસ્યાને કારણે કેટલાક કર્મચારીઓએ ભૂતકાળમાં કલેકટર કક્ષાએ રજુઆતો પણ કરી હતી. ત્યાર પછી કર્મચારીઓએ ૧૯૮૧ માં અદાલતનુ શરણું લઇ પોતાનો હક્ક મેળવવા પ્રયત્ન કરતાં આ ખટલો ૨૦૦૪ માં પૂર્ણ થયો હતો. તેમ છતાં ૩૦ જેટલા કર્મચારીઓના ૨૦ લાખ રૂપિયા જેટલી જંગી રકમ સંચાલકો ચૂકવવામાં અસમર્થ રહ્યા હતા. આમ કાયદાઓની જૉગવાઇ અનુસાર આ નાણાં ન ચૂકવવામાં આવતાં પ્રોવિડન્ડ ફન્ડ ઓફ એમ્પ્લોઇઝના વડોદરા વિભાગે આ દવાખાનાનુ મકાન ૨જી ઓગસ્ટના રોજ સીલ કરી દીધું હતું.
દવાખાનાનું મકાન સીલ કરનાર અધિકારી કરમચંદાણીએ આ બાબતે જણાવ્યું હતું કે કર્મચારીઓના નાણાં ન ચૂકવવામાં આવતાં દવાખાનું સીલ કરાયું છે. જવાબદારો આ નાણાં નહીં ચૂકવે તો દવાખાનાના આ મકાનની હરાજી કરી કર્મચારીઓના નાણાં ચૂકવવામાં આવશે. અસરગ્રસ્ત કર્મચારીએ જણાવ્યું હતું કે અમારા પૈસા ન મળતાં દવાખાનુ સીલ કરાયું છે અને સીલ ખોલવાની કોઇ કાર્યવાહી કરશે તો તે સંસ્થાના સંચાલકોની જવાબદારી રહેશે.
Name:
Email ID:
Comments:
Code: