ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.ઍ.પી.જે. અબ્દુલ કલામે ગુરુવારે રાત્રે જનતા અને ખાસ કરીને વિધાર્થી સમુદાય સાથે પોતાનો જનસંપર્ક વધુ મજબૂત બની રહે તે માટે પોતાના નામની ઍક વેબસાઈટ લોન્ચ કરી હતી.
વેબસાઈટનું નામ છે. રૂરૂરૂ.aણુફુયર્શ્રત્ત્ીર્શ્રીૃ.ણૂંૃ. અન્ના યુનિવસિર્ટીમાં ઍક સાદગીભયાર્ સમારંભમાં આ વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી.
કલામે વેબસાઈટ લોન્ચ કરી તે વખતે મોટી માત્રામાં વિધાર્થીઓ તેમની સ્પીચ સાંભળવા માટે યુનિવસિર્ટીના કેમ્પસમાં ભેગા થઈ ગયા હતાં. કલામે તેઓને ઉદ્દેશીને કહ્યું હતું કે જૉ તમને કોઈ પણ મુશ્કેલી કે પ્રશ્ન હોય તો મારી વેબસાઈટની મુલાકાત લો અને મને ઈ-મેઈલ કરી દો. તમારા મેઈલના જવાબ આપવાના મારાથી બનતા પ્રયત્નો કરીશ.
રાષ્ટ્રપતિ તરીકેના પોતાના પાંચ વર્ષના કાર્યકાળ અંગે જણાવતા કલામે કહ્યું કે મેં રાષ્ટ્રપતિ ભવનને જનતાના ભવનમાં ફેરવવાનો પ્રયત્ન કર્યોહતો. સંશોધનકતાર્ઓ, બાળકો, યુવાનો વગેરે થઈને દર વર્ષે અંદાજે ૧૦ લાખ લોકો રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેતા હતાં.
Name:
Email ID:
Comments:
Code: