Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

દુનિયામાં કંઇકનો હું કરજદાર છું ‘મરી

સા વ અચાનક જ બધું બની ગયું. મારી નજર સામે જ બની ગયંુ. ઍક ગરીબ, અશકત મજૂર ઍક સીધા, ઊંચા ઢોળાવ ઉપર હાથલારી ચડાવી રહ્યો હતો, ઍનો પગ સહેજ લથડયો. લારી ઢોળાવ પરથી પાછી ‘રિવર્સ ગિયર’માં ગબડવા માંડી. ઍની ઉપર ત્રણ-ચાર ર્દદીઓ બેઠેલા હતા. ઍમણે ચીસાસીચ કરવા માંડી. થોડાંક વર્ષોપહેલાંની ઘટના છે. અમદાવાદથી દૂર ઍક સાવ નાનકડા સ્થળે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. છેલ્લા પંદરેક દિવસથી આજુબાજુનાં પચાસ-સાંઇઠ ગામોમાં ચોપાનીયા વહેંચીને પ્રચાર કરી દેવામાં આવેલો, ઍટલે ગામેગામથી બીમાર સ્વજનોને લઇને સગાંવહાલાંઓ કેમ્પના સરનામે ઊમટી પડેલાં. અમદાવાદથી દસ-પંદર ડોકટરોની ટુકડી સ્વખર્ચે જઇ પહોંચી. સવારના દસ વાગ્યાથી ર્દદીઓ તપાસવાનું શરૂ કરી દીધું. બે વાગે ભોજન માટેનો ‘બ્રેક’ પાડવામાં આવ્યો. ઍ પછી તરત બાકી વધેલા ર્દદીઓ પતાવવાના હતા. હું ત્રણ-ચાર મિત્રોની સાથે ગામના ચોકમાં ઊભો હતો ત્યાં જ આ ઘટના ઘટી. મેં બાજુની દુકાનમાં બેઠેલા વેપારીને પૂછ્યું પણ ખરું, ‘આ લોકો આવી રીતે હાથલારીમાં બેસીને કેમ્પ જઇ રહ્યા છે?’ ગામડિયો વેપારી મારી ‘બુદ્ધિ’ ઉપર હસ્યો, ‘અહીં તમે રિZાા કે ઘોડાગાડી ભાળી?’ ઍને હાથલારી પણ ન કહેવાય. બહુ-બહુ તો હાથગાડી કહી શકાય. આપણે ત્યાં શહેરોમાં અનાજની ગૂણો કે બીજૉ ભારે સામાન ખેંચવા માટે ઊંટગાડીઓ હોય છે ઍનું જ આ નાનું સ્વરૂપ. ઊંટની બાદબાકી કરી નાખવાની. ઍને બદલે લાકડાનો આડો હાથો ગોઠવી દેવાનો. પછી ઊંટને બદલે જન્મારાનો ભૂખ્યો ઍક દૂબળો, ગરીબ ઍને ખેંચવા માટે મૂકી દેવાનો. અને પછી ખતરનાક ઢોળાવ પરથી આ માણસો ભરેલી હાથગાડીને ઊંધી દિશામાં પૂરપાટ ઞડપે ગબડતી કલ્પી લેવાની. મેં જે કયુ* ઍ તtન સ્વાભાવિક હતું, સાહજિક હતું. મારી જગ્યાઍ તમે હો, તો પણ ઍમ જ કરો. કોઇને સમજાવવાનો કે મદદ માટે ઍકઠા કરવા જેટલો સમય પણ કયાં ંહતો? મારા મિત્રોની ઍ તરફ પીઠ હતી ઍટલે હું ઍકલો જ દોડી પડયો. ગાડીના પાછળના ભાગને બેય હાથમાં પકડીને મારામાં હતી ઍટલી તાકાત લગાવી દીધી. ઍનો વેગ તાત્કાલિક સાવ બંધ તો ન થયો, પણ ઍમાં ઘટાડો અવશ્ય થઇ ગયો. ઍટલી વારમાં મજૂરના હૈયામાં પણ થોડી હિંમત આવી ગઇ. ઍણે પગ જમાવ્યો. ઍક ઊંડો શ્વાસ છાતીમાં ભર્યોઅને નવેસરથી જૉર લગાવ્યું. ગાડી પાછી પડતી અટકી ગઇ. અને...! બસ, ઍક Zાણ સાચવી લેવાનો જ સવાલ હોય છે. તરત જ પાંચ-સાત જણા બીજા દોડી આવ્યા. ઍમણે ધક્કો મારી આપ્યો. ગાડી રમકડાંની જેમ ઉપર ચડાવી દીધી. ર્દદીઓના જીવમાં જીવ આવ્યો. મજૂરની હાલતનું વણર્ન શકય નથી. અમે જૉ દોડી ન ગયા હતો, તો ઍનંુ તો મોત જ થયું હોત! ઍક અબૂધ, ગ્રામ્ય માણસ બીજંુ તો શું કરી શકે? અભણ માણસો પાસે ભાષાનો ખજાનો પણ ખાલી હોય છે. ખભે નાખેલા ગંદા ગમછાથી ચહેરો લૂછતો ઍ મારી પાસે આવ્યો. બે હાથ જૉડીને માંડ આટલું બોલ્યો, ‘સાહેબ, તમે ન હોત તો આજે હું...! ભગવાન તમને આ સારા કામનો બદલો આપે!’ હું સહેજ હસ્યો. પછી જમણો હાથ ઍવી રીતે હલાવ્યો કે ઍના તમે ધારો ઍટલા અર્થ કાઢી શકો. મારા મનમાં રહેલો અર્થ ઍટલે, ‘બસ! બસ! આવો કોઇ આભાર માનવાની જરૂર નથી! રસ્તે પડ, ભાઇ! આ કંઇ સમજી-વિચારીને કરેલું ઉમદા કાર્ય થોડું હતંુ? આ તો બસ, થઇ ગયું!’ અને મેં ન ધારેલા અર્થોપણ નીકળી શકે: ‘ઠીક છે! ઠીક છે હવે! તારા ને મારા સ્ટેટસ વરચેનો તફાવત તો જૉ જરા! આમ તો તારી સાથે મારાથી સારી રીતે વાત પણ ન થાય અને આ શું હાથ-બાથ જૉડીને લવારી કરી રહ્યો છે? અભણ ઍટલે સાવ...! બાકી ‘થેંક યુ’ બોલ્યો હોત તો મને ગમ્યું હોત. સામે હું પણ કહી શકત ને કે ‘મેન્શન નોટ’ કે પછી ‘ઇટ્સ ઓલ રાઇટ’ કે પછી ‘યુ આર વેલકમ!’ અને પેલું ‘ભગવાન તમારું ભલું કરે’ વળી વાત તો રહેવા જ દે જે. ઍવું સાંભળી-સાંભળીને તો મારા કાન ફૂટી ગયા છે. ભગવાન કયાં રેઢો પડયો છે કે અખિલ બ્ર›ાંડમાં આ પ્ૃથ્વી નામના ગ્રહ ઉપર ભારત જેવા ટપકામાં કયાંય ઇલેકટ્રોન માઇક્રોસ્કોપ વડે પણ ન દેખાય ઍવી આ સૂZમ ઘટનાને ઍ જૉઇ શકે. નોંધવાની ને ઍનો બદલો આપવાની તો વાત જ કયાં આવી?ાંચ મિનિટ પણ નહીં થઇ હોય, ત્યાં મારો મોબાઇલ ફોન રણકી ઊઠયો. સ્ક્રીન ઉપર નંબર જૉવાની જરૂર ન પડહતું. મારા અંગત વિશ્વનો મધુરાતમ સ્વર મારી સાથે વાત કરતો હતો. હજારો માઇલ દૂરથી મારી દીકરી બોલી રહી હતી. ‘પપ્પા, અમે મોસ્કોમાં છીઍ. હું સવારથી ભૂખી હતી. અહીં તો બધે નોનવેજ મળે ને! ઍટલે મેં બ્રેકફાસ્ટ પણ નથી કર્યો. રખડવામાં થાક પણ ઍટલો જ લાગ્યો હતો. પછી અમે મેટ્રો ટ્રેન પકડવા જતાં હતાં, ત્યારે ભારે થઇ! મારી બેગ ઍટલી મોટી અને વજનદાર હતી કે મારાથી તો ઊંચકાતી પણ નહોતી. મારી બધી ફ્રેન્ડઞ મારાથી આગળ નીકળી ગઇ. હું માંડ-માંડ મારો સામાન ખેંરયે જતી હતી ત્યાં દસ-બાર પગથિયાં આવ્યાં. ત્રીસ કિલોનું વજન ભરેલી બેગ ઊંચકીને લઇ કેવી રીતે જવી! મેં આમતેમ જૉયંુ. બધા રશિયનો ઉતાવળમાં દોડયે જતા હતા. ભાષાની પણ મુશ્કેલી અને આ યુરોપીયન પ્રજાનું ભલંુ પૂછવું! ‘પપ્પા, હમણાં શું બની ગયું ઍ ખબર છે? તમને કયાંથી ખબર હોય? હંુ જ કહી દઉં છું...’ ઉપરની ઘટનાને પમદદ માગવા જઇઍ તો ખભા ઊંચા કરીને આપણને ધૂત્કારી પણ કાઢે. હું અતિશય મુંઞાઇને ઊભેલી હતી, ત્યાં ઍક બી.ઍમ.ડબલ્યુ. કાર આવીને ઊભી રહી ગઇ. બી.ઍમ.ડબલ્યુ ઍટલે તમને ખબર છે ને, પપ્પા! મિર્સડિઞ કરતાં પણ મોંઘી! ઍનો માલિક કેટલો પૈસાદાર અને મોભાદાર હોય! ગાડીમાંથી ઍક ઉંચો તગડો રશિયન પુરુષ નીચે ઊતર્યો. મારી સામે ઍણે જૉયું પણ નહીં. દોડીને મારી બેગ ઉઠાવી લીધી. દારાસિંહે જાણે કોઇ તણખલું ઊંચકયું હોય ઍમ ત્રીસ કિલોની બેગ ઉપાડીને ઍ પગથિયા ચડી ગયો. મારે હજી ટિકિટ લેવાની બાકી ી. કાનમાં રેડાયેલું મધ પયાર્પ્ત હતી. મને ઍની ભાષા કયાં આવડતી હતી! મેં મોં મચકોડીને મારી લાચારી વ્યકત કરી. ઍ સમજી ગયો. વાટ જૉઇને ઊભો રહ્યો. હું ટિકિટ મેળવીને આવી ત્યાં સુધી ઊભો રહ્યો. પછી મારી બેગ ઊંચકીને ઍણે ટ્રેનના ડબ્બામાં ગોઠવી આપી. પપ્પા! હું ઍ માણસનો આભાર માનવા માગતી હતી, પણ કેવી રીતે માનું? રશિયન ભાષા તો હજુ હું શીખી રહી હતી. મેં માંડ-માંડ કહ્યું, ‘સ્પશીભા...! જવાબમાં જાણે કંઇ જ ન બન્યું હોય ઍ રીતે ઍણે જમણો હાથ ઊંચો કરીને હલાવ્યો અને પછી તરત જ ચાલ્યો ગયો. ત્યાં સુધી ઍની બી.ઍમ.ડબલ્યુ. કાર સ્ટેશનની બહાર જ ઊભી હતી. પપ્પા કેટલો ભલો માણસ કહેવાય, નહીં! પણ મને ઍક વાત સમજાતી નથી. મેં ઍને ‘સ્પશીભા’ કહ્યું, ઍના જવાબમાં ઍણે કંઇ બોલવાને બદલે ખાલી હાથ કેમ હલાવ્યો હશે? ઍનો અર્થ શું થાય ઍ હું સમજી નથી શકી. તમને સમજાય છે, પપ્પા?’ મારી મીઠડી મને પૂછી રહી હતી. હું ઍને શો જવાબ આપું? જૉ આપવા ધારું તો દસ ઉત્તરો આપી શકું, પણ ઍ Zાણે તો હું ખુદ ઍક અઘરા સવાલમાં અટવાઇ ગયો હતો: કોઇ ગરીબ માણસના આશીવાર્દ આટલા અકસીર હોતા હશે? આટલો મોટો ઇશ્વર આવડા મોટા બ્ર›ાંડમાં આવા નાના માણસનું સાંભïળતો હશે? અને ઍ પણ આટલી ઞડપથી...?